|
||||||||||||||
|
જ્ઞાનગંગાનો અવિરત વહેતો પ્રવાહ એટલે મા.જે.પુસ્તકાલય
योग: कर्मसु कौशलम् |
જે કાર્ય હાથ ધરો તેમાં નિપૂણતા મેળવી સર્વોત્તમ સિદ્ધિ મેળવો.
कर्मण्येवाधिकारस्ते, मा फ़लेषु कदाचन |
मा कर्मफ़ल हेतुभूर्मा ते, संगोडस्त्व कर्मणि ||
સત્યાગ્રહ આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમથી શરૂ કરેલી ઐતિહાસિક દાંડીકુચના પ્રારંભે મહાત્મા ગાંધીએ આશ્રમના પુસ્તકો થકી સાર્વજનિક પુસ્તકાલયની રચનાનો વિચાર પ્રદર્શિત કર્યો. જે ૨૭મી જુલાઈ ૧૯૩૩ના રોજ ફ્રી પ્રેસ જર્નલમાં પ્રગટ થતાં બીજા જ દિવસે રસિકલાલ માણેકલાલ તરફથી રૂ. ૫૫૦૦૦ ની સખાવત ગ્રંથાલય ભવનના નિર્માણ માટે મળતાં તેઓશ્રીના પિતાની સ્મૃતિમાં 'માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય' અસ્તિત્વમાં આવ્યું. સાહિત્યકારો,સાહિત્યરસિકો અને જ્ઞાનપિપાસુઓમાં "મા.જે." ના હુલામણાં નામથી આ પુસ્તકાલય તેના પ્રારંભથી જ ભવ્ય ભૂતકાળ સાથે ઉજ્જવળ વર્તમાનના સુર્વણાંકિત પૃષ્ઠો થકી વધુ દૈદીપ્યમાન અને સુવાસિત બન્યું છે.